Posts

Showing posts from June, 2020

શું કરું?

આભ વરસે તો હૂં છત્રી લઈ લઊ,  પણ નયન વરસે તો શું કરું ? સિંહ ગરજે તો હું ભાગી યે જઊ,  પણ કોઇક નો અહંકાર ગરજે તો શું કરું ? પગમાં કાટો ખટકે તો કાઢી  લઊ,  પણ કોકની વાત મનમાં ખટકે તો શું કરું ?  પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,  પણ વેદના છલકે તો શું કરું ?  રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉ,  પણ રસ્તો બદલી નાખો તો શું કરું ?