શું કરું?

આભ વરસે તો હૂં છત્રી લઈ લઊ, 

પણ નયન વરસે તો શું કરું ?


સિંહ ગરજે તો હું ભાગી યે જઊ,

 પણ કોઇક નો અહંકાર ગરજે તો શું કરું ?


પગમાં કાટો ખટકે તો કાઢી  લઊ,

 પણ કોકની વાત મનમાં ખટકે તો શું કરું ? 


પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,

 પણ વેદના છલકે તો શું કરું ? 


રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉ, 

પણ રસ્તો બદલી નાખો તો શું કરું ?

Comments