તું અને હું
તું દર્દ લખે છે
અને
હું ખુશી લખું છું
તું બેવફા લખે છે
અને
હું વફા લખું છું
તું વક્તિ ને લખે છે
અને
હું વ્યક્તિત્વ ને લખું છું
તું વાતો ને લખે છે
અને
હું વ્યવહાર ને લખું છું
તું જુદાઈ લખે છે
અને
હું મિલન લખું છું
તું ગીત લખે છે
અને
હું ગઝલ લખું છું
તું સાથ લખે છે
અને
હું સથવારો લખું છું
તું "મુસાફિર" શાયર
અને
હું "અનુભવી" ઘાયલ.
- મનીષ પરમાર
'અનુભવી' સુંશીયા, સુરેન્દ્રનગર
Comments
Post a Comment