Posts

તું અને હું

  તું દર્દ લખે છે           અને  હું ખુશી લખું છું   તું બેવફા લખે છે         અને  હું વફા લખું છું   તું વક્તિ ને લખે છે          અને  હું વ્યક્તિત્વ ને લખું છું    તું વાતો ને લખે છે         અને  હું વ્યવહાર ને લખું છું તું જુદાઈ લખે છે       અને  હું મિલન લખું છું તું ગીત લખે છે        અને  હું ગઝલ લખું છું તું સાથ લખે છે      અને  હું સથવારો લખું છું તું "મુસાફિર" શાયર          અને  હું "અનુભવી" ઘાયલ.     - મનીષ પરમાર  'અનુભવી' સુંશીયા, સુરેન્દ્રનગર

લખ મને..!

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને, જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને. તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે, તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને. અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું, તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને. કોઈ મને બીજા તો સહારા નહીં મળે, અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને. " અનુભવી" ના જીવનનો પંથ હજી તો અજાણ છે, ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને.     - મનીષ પરમાર  'અનુભવી' સુંશીયા, સુરેન્દ્રનગર

શું કરું?

આભ વરસે તો હૂં છત્રી લઈ લઊ,  પણ નયન વરસે તો શું કરું ? સિંહ ગરજે તો હું ભાગી યે જઊ,  પણ કોઇક નો અહંકાર ગરજે તો શું કરું ? પગમાં કાટો ખટકે તો કાઢી  લઊ,  પણ કોકની વાત મનમાં ખટકે તો શું કરું ?  પીડા છલકે તો હું ગોળી લઈ લઉ,  પણ વેદના છલકે તો શું કરું ?  રસ્તે દેખાઓ તો સામે થી બોલાવી લઉ,  પણ રસ્તો બદલી નાખો તો શું કરું ?